DG Mumbai: મુંબઇનાં સીએસટી રેલવે સ્ટેશન નજીક ફુટ ઓવર બ્રિજ તુટી પડ્યો હતો:15 જેટલા ઘાયલ

 

 

મુંબઇનાં સીએસટી રેલવે સ્ટેશન નજીક ફુટ ઓવર બ્રિજ તુટી પડ્યો હતો. દુર્ઘટનામાં 15 લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ રહી છે. આ બ્રિજ સીએસટી રેલ્વે સ્ટે્શનને જોડતો હતો. કાટમાળમાં 7થી8 લોકો દટાયા હોવાની આશંકા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સીએસટી રેલવે સ્ટેશન ખુબ જ જાણીતું અને મુંબઇનાં વ્યસ્ત રેલ્વે સ્ટેશનો પૈકીનું એક રેલવે સ્ટેશન છે.

કાટમાળમાંથી 7-8 લોકોને બચાવવામાં આવ્યા છે. હાલ ફાયર અને પોલીસ દ્વારા યુદ્ધનાં ધોરણે બચાવ અને રાહત કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકો દ્વારા પણ રાહત અને બચાવ કામગીરીમાં સહયોગ મળી રહ્યો છે. આ બ્રિજ આઝાદ મેદાનને સીએસટી રેલવે સ્ટેશનને જોડે છે.

,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *