DG Vadodara: મોટી બ્રાન્ડની ડુપ્લીકેટ ઘડિયાળ વેંચતા ડાલ્સનના માલિકની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ

વડોદરા ક્રાઈમ બ્રાંચ દ્વારા વડોદરા ના સૌથી જાણીતા ઘડિયાળ ના શોરૂમ એવા ડાલ્સન વોચના માલિકની ડુપ્લીકેટ ઘડિયાળો વેન્ચવાના ગુન્હા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બાતમીને આધારે આ ઓપરેશન દાંડિયા બજારના શો રૂમ ખાતે હાથ ધર્યું હતું.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઈશ્વર સજાણીની તેના મકરપુરા ખાતેના નિવાસસ્થાને થી ધરપકડ કરવામાં આવી છે.

તેઓ પોતાના શોરૂમ પર ટોમી હાઇફિગર, પોલીસ, રાડો,કાર્તિયર જેવી જાણીતી બ્રાન્ડ ની ડુપ્લીકેટ ઘડિયાળો વેન્ચવાનું કૌભાંડ ચલાવતા હતા.પોલીસે આવી ડુપ્લીકેટ ઘડિયાળનો મોટો જથ્થો પણ કબજે લઈ આઈપીસી 420 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તથા કોપીરાઇટ કેસ ના ભંગ ની પણ કાર્યવાહી હાથ ધરી છે.

, ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *