DG INVESTIGATION:ગુજરાત સમાચારના શ્રેયાન્સભાઈની વાતચીત નો વીડિયો એપ્રિલ 2017નો નીકળ્યો.

ગત. તા. 14મી ફેબ્રુઆરી ના રોજ પુલવામાં એટેકના બીજા દિવસે ગુજરાત સમાચારની કડક હેડલાઈનથી વ્યથિત ભાજપના સમર્થકોને ઉકસાવવામાં ભાજપના આઇ. ટી. સેલના અમુક લોકોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

 

આજે 14મી માર્ચે બરાબર એક માંસ ની ખોજ બાદ ડેઇલી ગુજરાત દ્વારા આ બાબત ની અનેક સ્પોટક વાતો જાહેર કરી રહ્યું છે. ડેઇલી ગુજરાતના તંત્રી મૌલિક બુચ કે જેઓ સાયબર તજજ્ઞ પણ છે, તેમણે એક મહિના સુધી આ અંગે શોધ સંશોધન કર્યું હતું. અને આખરે એ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે જે પણ નફરતની રાજનીતિ રમાઈ તે સ્વયંભૂ નહિ પણ ઉભી કરાયેલી હતી.

સૌ પ્રથમ તા.15મી ફેબ્રુઆરી એ બપોરે 12 વાગ્યાની આસપાસ આખું નફરત અભિયાન શરૂ થયું. જો આ સ્વયંભૂ હોય તો લોકો સવારે 8 વાગ્યે છાપું વાંચીનેજ ફેસબુક ભરી દે…

સૌથી પહેલા આ અભિયાન વડોદરામાં શરૂ થયું અને નવાઈની વાત એ છે કે ફ્લેક્સ બેનર પણ છપાઈ ગયા.. બીજું કે જે ફોટા વાયરલ થયા તે બધા એક સરખાજ હતા.. અને ગુજરાત સમાચાર નો બહિષ્કાર કરવા માટે જો લોકો સ્વયંભૂ નીકળ્યા હોય તો આ ફોટા એક સરખા શક્ય નથી.

આ વાત માં પેટ્રોલ ત્યારે રેડાયું, જ્યારે ગુજરાત સમાચારના તંત્રી શ્રી શ્રેયાન્સ શાહની વાતચિતનું રેકોર્ડિંગ વાયરલ થયું.. આપને જાણીને નવાઇ લાગશે કે આ રેકોર્ડિંગ એપ્રિલ 2017માં જાહેર થયું હતું ,જે વાયરલ થઈ શક્યું નહોતું એટલે તેનો આ વખતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમે આ રેકોર્ડિંગ બે વર્ષ જૂનું છે તેના પુરાવા અત્રે આપની સમક્ષ રજુ કરી રહ્યા છીએ.

9

 

 

આપ સહુ આજ વીડિયો જોયો હશે ,સાંભળ્યો હશે અને કદાચ તેને સાચો પણ માની લીધો હશે. આપ સહુને નવાઈ લાગશે પણ સમગ્ર નફરત અભિયાનનું મુખ્ય બિંદુ અમદાવાદ હતું અને ત્યાંથી સમગ્ર રાજ્યમાં અને મુંબઈમાં આ વાત પ્રસરાવવામાં આવી હતી. આપ પણ આ વીડિયો જાતે શોધીને તેની ખાતરી કરી શકો છો.

બીજી તરફ આગ ઝરતા લખાણ માટે જાણીતું ગુજરાત સમાચાર દ્વારા મોદીજીને સર્જિકલ સ્ત્રાઇકમાં સફળ મળી ત્યારે ગુજરાત સમાચાર નું મથાળું નીચે ઉતારી આ સમાચાર અને મોદીની 56 ની છાતી ના વખાણ કર્યા હતા. ત્યારે આજ નફરત ફેલાઉ ગેંગ દ્વારા અખબાર પગે પડતું આવ્યું તેવી વાત વહેતી કરી.

નોંધ :-આ સમાચાર પ્રસિદ્ધ કરવા પાછળ અમારો ઉદેશ્ય વાંચકોને સાચી માહિતી આપવાનો છે.

, , , , , , , , , , ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *