RaGaને મોદીજીની સોગાત : રાહુલ ગાંધી સામે સ્મૃતિ ઈરાની અમેઠીથી લડશે.

રાહુલગાંધીને ભાજપે અનોખી સોગાત આપી છે. જી હા રાહુલ ગાંધી સામે ભાજપે સ્મૃતિ ઇરાની ને ઉતારીને રાહુલ ગાંધી માટે સંસદનો માર્ગ મોકળો કરી દીધો છે.

અને આ સાથેજ એક વાત નક્કી થઈ ગઈ છે કે મોદીજી ખરા અર્થમાં સહુ નો સાથ અને સહુ નો વિકાસ કરવામાં માને છે.

એક તરફ ભાજપના ચાણક્ય એવા અમિત ભાઈને ગાંધીનગર ની સેફ સીટ આપી છે ,તો બીજી તરફ સ્મૃતિ ઇરાણીને ફરીવાર અમેઠી થી લડાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્મૃતિ ઈરાની વડોદરા લોકસભાના ઉમેદવાર બને તેવી પ્રબળ શક્યતાઓ હતી ,જે હવે અમેઠીથી નામ જાહેર થતાં શૂન્યવત થઈ ગઈ છે.

આમ ભાજપનો આ દાવ કોંગ્રેસ તરફી કેમ છે ? તેવી ચર્ચાઓ સમગ્ર દેશમાં શરૂ થઈ ગઈ છે. હવે જોવાનું એ છે કે વારાણસીમાં રાહુલ ગાંધી મોદીજીને રિટન ગિફ્ટમાં કેવો ઉમેદવાર આપે છે.

,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *