વડોદરામાં મેં ભી ચોકીદાર કાર્યક્રમ માં કાર્યકર્તાઓ ગેરહાજર રહેતા ઉહાપોહ: અમિતભાઇએ પ્રચાર છોડી ડેમેજ કન્ટ્રોલ શરૂ કર્યું

આજે વડોદરામાં યોજાયેલા મેં ભી ચોકીદાર અંતર્ગત મોદીજીના વીડિયો સંબોધનમાં વડોદરાવાસીઓ તો ઠીક પણ વડોદરા ભાજપના સંનિષ્ઠ કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહેવાને બદલે ગેરહાજર રહ્યા હતા.
રાષ્ટ્રીય ઉપપ્રમુખ પુરુષોત્તમ રૂપાલા પોતે હાજર હોવા છતાંય કાર્યકરો ગેરહાજર રહ્યા હતા, જે વડોદરા ભાજપમાં વિરોધ ની મોટી શાખ પુરે છે.
સમગ્ર દેશ ને મોદીજી સંબોધન કરી ચૂંટણી માં કાર્યકર્તાઓ નો ઉત્સાહ વધારે તે હેતુસર મેં ભી ચોકીદાર વીડિયો કોન્ફ્રરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બધાજ કાર્યકર્તાઓ ને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરાયા હતા. ત્યારે વડોદરા કે જે ભાજપ નો ગઢ ગણાય છે ,તેમાં કાર્યકરો આવ્યા નહિ.. અને ગાંધીનગર ગૃહ માં ખાલી ખુરશીઓ વચ્ચે આખા કાર્યક્રમ નું સમાપન થયું હતું.


જેને કારણે હાલ સાંસદ ની ચૂંટણી લડી રહેલા રંજનબેન ની હાલત ખુબજ કફોડી થઈ હતી. રાષ્ટ્રીય ઉપપ્રમુખ રૂપાલા સાહેબ હાજર હોવા છતાય કાર્યકરો વિહોણા ગાંધીનગર ગૃહ અને કલાલી માં પણ ખૂબ ઓછી હાજરીથી છેલ્લા 5 વર્ષમાં પોતાની મિલકત માં 330ટકા નો વધારો અને પોતાના પતિની મિલકતમાં 117ટકા વધારો કદાચ કાર્યકતા ઓ ની આંખ માં આવી ગયો છે.


આમ પણ ફેરણી દરમિયાન આશા વર્કર ને સાથે રાખતા હોવાની વાતે ભારે ઉહાપોહ સર્જ્યો છે.ત્યારે આજે કાર્યકર્તાઓની ગેરહાજરી એ રંજનબેનની આંખો ભીની થઇ ગઇ હતી.
આ પરિસ્થિતિ ને કારણે ભાજપ માં ભારે ઉહાપોહ થઈ ગયો છે અને રાષ્ટ્રીય ઉપપ્રમુખ પુરુષોત્તમ રૂપાળા જી એ પણ મીડિયાને સંબોધન કરવાનું ટાળ્યું હતું.
જે વડોદરાના કાર્યકર્તાઓ એ મોદીજીને દિલ્હી મોકલ્યા,તે કાર્યકર્તાઓમાં આ પ્રકારની ચુપકીડીથી ભારે ખળભળાટ થઈ પડ્યો છે, અને આ મામલે પોતાનો પ્રચાર છોડી અમિત શાહ વડોદરાના નેતાઓ સાથે વાત કરી ને કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવાના હેતુ થી એક્ટિવ થઈ ગયા છે.

, , , ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *