ભાજપના મધુ શ્રીવાસ્તવની ધમકીઓ અને ચિરાગ પટેલ હત્યા કેસમાં પોલીસના ઠાંગા થૈયાથી ગિન્નાયેલા પત્રકારોએ કરી સમિતિની ઘોષણા

અમદાવાદ અને વડોદરામાં પત્રકાર સમિતિની રચના

અમદાવાદ/વડોદરા

હુકુમતની કુરનીસ બજાવવા કરતા આડકતરી ધમકીઓ ,એ પત્રકાર માટે સામાન્ય વાત છે.પણ ગાંધીના ગુજરાતમાં જે રીતે પત્રકારત્વ અને પત્રકાર પર અસહ્ય દબાણ વધી રહ્યું છે અને સરકાર બેરા મૂંગા ની શાળાની માફક ચોથી જાગીરના ચીર હરણ નો મસ્તીથી તમાશો જોતી બેસી રહે છે. ત્યારે પત્રકારત્વ ના રક્ષણ માટે ગુજરાતમાં પત્રકારો એકઠા એક અનોખી ઝુંબેશ શરૂ કરી છે. સંસ્કારી નગરી વડોદરા અને અમદાવાદ ના પત્રકારો એ આજે ચોથા નોરતે ચોથી જાગીર ની સ્વાયત્તતા જળવાઈ રહે તે માટે પત્રકાર સમિતિઓ નું ગઠન કર્યું છે.


રાજ્યમાં જનતાના પ્રાણ પ્રશ્નનો અવાજ બનીને રાત-દિવસ એક કરીને પત્રકારત્વ કરતાં પત્રકારો છાસવારે કોઈ ન કોઈ “હુકુમશાહી” નો ભોગ બનતાં રહેતાં હોય છે,એવા સમયે પોતાની સંસ્થાઓ પણ જ્યારે હાથ-પગ ઊંચા કરી નાખે છે ત્યારે પત્રકાર “બિચાડો-બાપડો” બની પોતાનાં પરિવાર કાજે મૂંગો બની જાય છે અને માથે આવી પડેલી વિપત્તિ સહન કર્યે જાય છે,આવા સમયે નીડર,નિષ્પક્ષ અને નિર્ભય પત્રકારોના રક્ષણ કાજે રાજ્યમાં અમદાવાદમાં અને વડોદરાના બુદ્ધિજીવી પત્રકાર મિત્રોએ ભેગા મળીને એક નિષ્કર્ષ સાથે એક નિર્ણય કરીને બન્ને શહેરના મિત્રોએ અલગ અલગ સમિતિ બનાવાની હાંકલ કરી છે જેને અમદાવાદ અને વડોદરાના મિત્રોએ સહર્ષ સ્વીકાર કર્યો છે,

અમદાવાદમાં શહેરના તમામ જાણીતાં અને સમજદાર પત્રકાર મિત્રો વસ્ત્રાપુર ગાર્ડન ખાતે મળીને એક સમિતિનું ગઠન કર્યું છે તેમજ સમિતિના સર્વસ્વીકાર્ય હોદ્દેદારો ની કમિટી બનાવી છે,જેમાં હાજર પત્રકાર મિત્રો હવે “હુંસાતુંસી” છોડીને એક બનીને રહેશે તેવી આશા રાખીએ,

જ્યારે વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલ માહિતીની બિલ્ડિંગમાં એક મોટા હૉલમાં અજય.દવે,વશિષ્ઠ.શુક્લ,અમિત પટેલ, લોરેન્સ પરમાર, માનુ ચાવડા, અભિષેક પંચાલ,  તેમજ તમામ વડોદરા વાસી પત્રકાર મિત્રો એકઠા થઈને સર્વ સંમતિ એ “VPC” વડોદરા પ્રેસ કલબ નામે એક સંગઠન નું આયોજન કર્યું છે,બન્ને મોટા શહેરોમાં મોટા મોટા પત્રકારો સ્વ.ચિરાગ.પટેલના વણ ઉકેલ્યા કેસ બાબતે ચિતા વ્યક્ત કરી તેમજ વડોદરામાં બનેલ વાઘોડીયા ના ધારાસભ્ય ના મીડિયા તરફી અત્યંત શરમજનક શાબ્દિક વર્તન બાદ તેને વખોડીને એક બનેલાં સંસ્કાર નગરીના સજ્જન પત્રકાર મિત્રોએ પોતાનાં સંગઠનથી એક બનીને પોતાની એકતાનો પરિચય આપ્યો જેને તમામ હાજર પત્રકાર મિત્રોએ તાળીઓથી વધાવી લીધો હતો,હાજર-ગેર હાજર સર્વે મિત્રો પોતાના સંગઠન અને સમિતિ સાઠવા જોડાયેલા છે તેમજ ગામેત્યારે “આવાજદો હમ એક હૈ” ના વિશ્વાસથી જોડાઈ ગયા છે,

ડેઇલી ગુજરાત તરફથી અમદાવાદ અને વડોદરાના તમામ પત્રકાર મિત્રોને “એકતા અને અખંડતા”ની રક્ષા કાજે ખૂબ ખૂબ અભીનંદન….!!

, ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *