મોદીજીએ જે ગુફામાં સાધના કરી તેનું ભાડું ₹990 પ્રતિ દિવસ છે

લોકસભા ચૂંટણીનો પ્રચાર પૂરો થયો અને PM મોદી શનિવારે કેદારનાથ મંદિર પહોંચ્યા હતા. કેદારનાથ મંદિરમાં દર્શન અને પૂજા કર્યા બાદ મોદી આશરે 2 કિમી સુધી પગપાળા ચાલવા નીકળ્યા હતા. તો એક અનોખી વાત એ પણ છે કે શનિવાર રાત્રીથી બીજા દિવસ સવાર સુધી PM મોદીએ ધ્યાન લગાવ્યું હતું.

આ દરમિયાન કોઈપણ વ્યક્તિને ગુફામાં પ્રવેશ નિષેધ હતો. જે ગુફામાં PM મોદીએ સાધના કરી તે કેદારનાથ મંદિરની ડાબી તરફ પહાડીમાં છે.

આ ગુફા તો દુનિયાભરના ટેલિવિઝન પર લોકોએ તો જોઈ લીધી છે. પરંતુ તેની પાછળની કેટલીક વાતો તમને ખ્યાલ નહીં હોઈ. આ ગુફા બનાવવાનું કાર્ય એપ્રીલ મહિનામાં જ પૂરુ થયું છે. મંદાકિની નદીના એક કિનારે આ ગુફાનું નિર્માણ નેહરુ પર્વતારોહણ સંસ્થા દ્વારા કરાયું છે. ગુફાની ખાસિયત જોવામાં આવે તો 5 મીટર લાંબી અને 3 મીટર પહોંળી છે. ગુફામાં સામાન્ય જીવન માટે વીજળી, ટેલિફોન સહિતની તમામ આધુનિક સુવિધા છે.

 

આ ગુફા સમુદ્ર સીમાથી 12.250 ફૂટ ઉંચાઈ પર છે. આ ગુફા હાલ તો એક પ્રયોગ માટે જ શરૂ કરવામાં આવી છે. અને આગળના સમય માટે આ પ્રકારની 5 વધુ ગુફાનું નિર્માણ કરવામાં આવશે. આધ્યાત્મિક લોકો માત્ર 990 રૂપિયામાં એક દિવસ માટે આ ગુફાનું બુકિંગ કરાવી શકે છે. શ્રદ્ધાળુઓને દિવસમાં ભોજન પણ ગઢવાલ મંડળ વિકાસ નિગમ દ્વારા આપવામાં આવશે. પરંતુ આ માટે તમારે અલગથી ચાર્જ આપવો પડશે. આ ગુફા એક વ્યક્તિ વધુમાં વધુ ત્રણ દિવસ માટે બુક કરાવી શકે છે. જો કે જરૂર મુજબ તેની સમયસીમા વધારી પણ શકાય છે. રૂદ્ર પ્રયાગના જિલ્લા અધિકારી મંગશે કહ્યું કે રાત્રીના સમયે PM મોદી માટે રાત્રીભોજન મોકલવામાં આવ્યું હતું. તો ગુફામાં ઠંડીના તાપમાનને જોતા હીટરની પણ વ્યવસ્થા કરાઈ હતી. સાથે એક ગીઝર પણ રખાયું હતું. તો સુરક્ષાના પગલા જોતા સુરક્ષાકર્મીઓ પણ ગુફાની આજુબાજુ ટેન્ટમાં રહેતા હતા.

કેવી રીતે ગુફાનું બુકિંગ કરાવી શકો છો

કેદારનાથની આ પવિત્ર ગુફાને રૂદ્રા નામ આપવામાં આવ્યું છે. ગઢવાલ મંડળ વિકાસ નિગમ દ્વારા આ ગુફાનું બુકિંગ કરવામાં આવે છે. બુકિંગ કરાવનાર વ્યક્તિનું ગુપ્તકાશીમાં મેડિકલ પણ કરાવવામાં આવે છે. જે બાદ કેદારનાથ પહોંચીને પણ ફરી એક વખત મેડિકલ કરવામાં આવે છે. આ ગુફાના નિર્માણકાર્ય માટે અંદાજિત 8 લાખ રૂપિયાનો ખર્ચો આવે છે.

, ,
2 comments on “મોદીજીએ જે ગુફામાં સાધના કરી તેનું ભાડું ₹990 પ્રતિ દિવસ છે
  1. Would be a thrilling experience.
    Meditation with full concentration.
    Looking forward to be there once before the last breath of my life.
    JAY HAATKESH.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *