23મીએ ચંદ્ર કળા કરી શકે છે: આ કારણોસર મોદીજી શિવજીના શરણે ગયા?

 

આગામી 23મી મેની સહુ કાગડોળે રાહ જોઈ રહ્યા છે ,ત્યારે ધનમાંથી મકરમાં પ્રવેશતો ચંદ્ર કળા કરી જાય તેવી પુરી શકયતા છે. આમ તો નરેન્દ્ર મોદીજીની કુંડળીમાં ઊચ્ચ ના ગ્રહો છે પરંતુ વૃશ્ચિક રાશિમાં શનિની પનોતી અને ચંદ્રનું ગુરુવારે મકરમાં પ્રવેશવું તેમને સત્તામાંથી દૂર કરી શકે છે.

કદાચ આજ યોગના અનુસંધાનમાં મોદીજી 19મીએ કેદારનાથ એટલે શિવજીના શરણે જઈ ચંદ્રના નિવારણ માટે પૂજા વિધિ કરાવી હોય તેવું અનુમાન છે. જો આ વિધિ ફળશે તો મિલીજુલી સરકાર બનશે અને મોદીજી વડાપ્રધાન બની શકે છે.

કાશીના પંડિતોએ સાથે સાથે એવું પણ કહ્યું છે કે સરકાર બનાવવું આ વખતે કપરા ચડાણ છે.પંડિતોએ ભવિષ્યવાણી કરી છે કે આ વખતે ચૂંટણી પરિણામ તદન અલગ અને એકદમ ચોકાવનારા આવશે એમને કહ્યું હતું કે સરકાર બનાવવી કોઈ પણ પાર્ટી માટે સરળ નથી.એમને ભવિષ્યવાણીમાં એવું પણ કહ્યું છે કે ગઠબંધન વારી સરકાર બનશે અને પાંચ વર્ષનો કાર્યભાળ પૂરો પણ કરશે.
23મે એટલે કે ગુરુવારના દિવસે જ્યારે મતગણતરી થશે ત્યારે . સૂર્ય, ચંદ્ર અને કેતુ એ ધન રાશિમાં જ્યારે ગુરુ પીએમ મોદીની વૃશ્ચિક રાશિમાં રહેશે. આ દરમિયાન દિવસના સમયે ધનથી મકર રાશિમાં પરિવર્તન થતો ચંદ્ર ચૂંટણી પરિણામો પર અસર પાડશે એવી આગાહી કાશીના પંડિતોએ કરી છે . આ ગ્રહોના પરિવર્તનથી તમામ એક્ઝીટ પોલ જેમના તેમ રહી જશે.ભવિષ્ય વાણી નાં આ પરિણામો અસ્થિર સરકારનો સંકેત આપે છે. પરંતુ જોડતોડથી બનેલી સરકાર તેનો કાર્યકાળ પૂર્ણ કરશે એવું જ્યોતિષી વિમલ જૈન એ કહ્યું હતું.
પ્રો વિનય કુમાર પાંડેય કે જેઓ જ્યોતિષ વિભાગના અધ્યક્ષ છે એમને કહ્યું છે કે ગુરુ, શનિ અને કેતુ ગ્રહની સીધી અસર ચુંટણી પરિણામ પર જોવા મળવાની છે. ચૂંટણી ના આવનારા બધાને ચકિત જરુર કરશે પરંતુ લોકતંત્ર માટે ખૂબ સારા રહેશે એવું પણ એમણે ઉમેર્યું હતું. સત્તા મેળવવામાં શનિ-રાહુ ગ્રહની ભૂમિકા મુખ્ય હોવાથી અનેક નેતાઓ જે ખુરશીની રાહ જોતા હશે તેમને નિરાશા હાથ લાગવાણી પૂરી શક્યતા છે. પીએમ મોદીની રાશિમાં ઉચ્ચ ગ્રહોના પ્રભાવથી ક્ષેત્રિય દળના સહયોગથી તેઓ ફરીથી એકવાર દેશની કમાન સંભાળશે એવી વિનય કુમાર પાંડેયએ ભવિષ્યવાણી કરી છે

,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *