પતિને કાબુમાં રાખવાના મધ્યયુગીન પ્રાચીન યુરોપીયન તરીકા:-
કેટલીક દંતકથાઓ અનુસાર ફ્રાન્સમાં મધ્યયુગ દરમિયાન પરિણીત સ્ત્રીઓ સવારે તેમના પતિ માટે બનાવેલા નાસ્તામાં પતિની જાણ બહાર અતિ સુક્ષ્મ માત્રામાં ઝેર ઉમેરતી હતી. જ્યારે તેમના પતિ સાંજે ઘરે પરત ફરે ત્યારે તેમણે તે ઝેરનું મારણ પણ આપવામાં આવતું હતું. આ રીતે ઝેર હાનિકારક બનતું નહિ અને તેમની ઝેર પ્રતિકારક શક્તિ પણ વધતી હતી.
આ પ્રથા પાછળ એક મુખ્ય કારણ એ હતું કે જો પતિઓ લાંબા સમય સુધી બહાર રહે અને નિયત સમયે ઘરે પરત ના ફરે તો આપેલા ઝેરની અસરના કારણે પુરુષોને ઉબકા, માથાનો દુખાવો, હતાશા, ઉલટી, દુખાવો અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોનો અનુભવ થશે અને પુરુષ ઘરે પરત ફરવામાં જેટલો વધુ વિલંબ કરે તેટલો સમય વધારે તકલીફ ભોગવે.
છેવટે જ્યારે પતિ ઘરે ફરે ત્યારે તેની પત્ની જાણ બહાર તેને ઝેરનું મારણ પણ આપતી હતી અને આ રીતે થોડીવારમાં પતિને ઝડપથી સારું લાગવા માંડતું અને સ્વસ્થ થઇ જતા.
આ બધું એક યુક્તિ તરીકે કામ કરતું હતું, જે પુરુષોને એવુ માનવા મજબુર કરતા હતા કે ઘરથી દૂર રહેવાથી, શારીરિક તકલીફ, પીડા અને હતાશા થઈ શકે છે. તેથી પતિઓ તેમના ઘર અને તેમની પત્નીઓ સાથે વધુ જોડાયેલા રહેતા.
અહીંયા સૂક્ષ્મમાત્રામાં ઝેર આપવા કરતા અફીણ કે એવો કોઈ નશીલો પદાર્થ આપવામાં આવતો હોય તેવું બની શકે, કારણકે અફીણના નિયમિત બંધાણીને સમય પર અફીણ નાં મળે તો ઉબકા, માથાનો દુખાવો, હતાશા, ઉલટી, દુખાવો અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવી તકલીફો થઈ શકે જેને આપણે દેશી ભાષામાં ‘નાયળુ તુટવી’ કહે છે…!!